Posts

Showing posts from November, 2023

Dr Darshan Patel - OPD time and appointment

Dr Darshan Patel - ડો. દર્શન પટેલ Urologist OPD Timings : Morning - સવારે : 11 am - 12.30 am    AIMS hospital - એઇમ્સ હોસ્પિટલ narannagar road , opposite jethabhai park, paldi -  નારણનગર રોડ , પાલડી  location : https://g.co/kgs/iaukbM  appointment : 078787 97819 Afternoon - બપોરે : 1 pm - 2.30 pm sardar hospital - સરદાર હોસ્પિટલ  sardar mall - B wing 2 nd floor - nikol gam road - nikol  સરદાર મોલ , બી વિંગ , બીજો માળ , નિકોલ  location : https://g.co/kgs/4ZEZnc  appointment : 8799606087 / 9099019151 evening 4pm - 6 pm HOS hospital - હાઉસ ઓફ સર્જન્સ  A block - 201 , sivanta one business park opposite kothawala flat , paldi એ બ્લોક - સીવંતા બિજનેસ પાર્ક location : https://g.co/kgs/p5FmCJ  Appointment : 9825085133 / 32 Evening સાંજે : 6 pm - 8 pm Saanvi Urology - સાન્વી યુરોલોજી  507 copper leaf , bhuyangdev char rasta , sola road 507 કોપર લીફ , ભૂયંગદેવ ચાર રસ્તા , સોલા રોડ location : https://g.co/kgs/mG8GVU  Appointment : 98...

પ્રોસ્ટેટ કેન્સરની આગોતરી જાણ કરતો PSA ટેસ્ટ

સ્ત્રીમાં જેમ ઓવરી કે ગર્ભાશય હોય છે એમ પુરુષોમાં પ્રોસ્ટેટ નામની ગ્રંથિ હોય છે અને એમાં થતા કેન્સરને પ્રોસ્ટેટ કેન્સર કહે છે. સામાન્ય રીતે પ્રોસ્ટેટ કેન્સર ૬૦ વર્ષની ઉંમર પછી જ જોવા મળે છે. કેટલાક કેસમાં ૫૦ વર્ષની ઉંમર પછી પણ એ જોવા મળી શકે છે. પ્રોસ્ટેટ ગ્રંથિ શરીરની ખૂબ અંદરની તરફ આવતી હોવાથી એમાં થતી તકલીફ જલદી નજર સામે આવતી નથી. આથી જ ઘણી વખત પ્રોસ્ટેટ કેન્સર સ્ટેજ-૧ અને સ્ટેજ-૨ સુધી પહોંચી જાય તો પણ સરળતાથી ખબર નથી પડતી. ક્યારેક કેટલાક કેસમાં એવું પણ બને છે કે કેન્સર ખૂબ જ વધી જાય અને વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધી પણ ખબર ન પડે કે તેને પ્રોસ્ટેટ કેન્સર હતું. આથી જ આ લેખમાં પ્રોસ્ટેટ કેન્સરના અમુક દેખીતાં લક્ષણો, આગોતરા નિદાન માટે શું કરી શકાય અને નિદાન બાદ એનો ઇલાજ કઈ રીતે શક્ય છે તે અંગે માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો પ્રોસ્ટેટ કેન્સરનાં ખાસ કોઈ લક્ષણો નથી હોતાં. આ કેન્સર જેને થાય એ વ્યક્તિ એકદમ હેલ્ધી વ્યક્તિ જેવી જ રહે છે. ખાસ કરીને ત્યાં સુધી જ્યાં સુધી તેનું કેન્સર ખૂબ વધી ન જાય. એ વધી જાય પછી જણાતાં અમુક લક્ષણો કેવાં હોઈ શકે એ વિશે વાત કરતાં યુરો-ઓ...